નારાયણ સેવા સંસ્થાનનાં સ્થાપક-અધ્યક્ષ શ્રી કૈલાશ અગ્રવાલ ‘માનવ’ને તેમની નિષ્ઠા અને પરોપકારી સેવાઓનાં ક્ષેત્રમાં યોગદાન માટે 5મી મે 2008ના રોજ રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે ભારતનાંં ભૂતપૂર્વ માનનીય રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રીમતી પ્રતિભા પાટીલ દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને પાયાના સ્તરે જીવન સુધારવા માટેના તેમના વિચારશીલ સમર્પણને દર્શાવવા અને માનવજાતનાં ઉત્થાન માટે અસંખ્ય અગ્રણી પ્રવૃત્તિઓ ચલાવીને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.