શિયાળો જ્યારે ધીમે ધીમે ધરતીને ઠંડી ચાદરથી ઢાંકે છે, ત્યારે આપણાં ઘરોમાં ગરમ ચા, ધાબળા અને આરામની મોસમ શરૂ થાય છે. પરંતુ આ સુખદ મોસમ દરેક માટે સમાન નથી. ક્યાંક રસ્તા પર સૂતા લોકો છે, કોઈ તૂટેલી છતવાળા ઘરમાં રાત પસાર કરે છે, તો ક્યાંક નાનકડા બાળકો છે, જેઓ પાસે ન ગરમ સ્વેટર છે, ન મોજાં કે ધાબળા.
આવા સમયે, જ્યારે ઠંડીની લહેર અનેક જીવોના શરીર સાથે તેમના હૃદયને પણ ઠાર કરી દે છે, ત્યારે માનવતાનો એક પ્રકાશ જેવું નારાયણ સેવા સંસ્થાન – ગરમાહટ, સહાનુભૂતિ અને પ્રેમનો પ્રકાશ ફેલાવવા માટે આગળ આવે છે.
દર વર્ષે નારાયણ સેવા સંસ્થાન જરૂરિયાતમંદો માટે વિવિધ સેવા સંકલ્પો ચલાવે છે, આ વર્ષે, શિયાળા દરમિયાન એક વિશેષ સંકલ્પ લેવાયો છે – “વિન્ટર સેવા 2025”. આ સેવા અભિયાન હેઠળ સંસ્થાનનું ધ્યેય છે ૫૦,૦૦૦ સ્વેટર અને ૫૦,૦૦૦ ધાબળા દાન અથવા વિતરણ કરવાનો, જેથી ઓછામાં ઓછા ૧ લાખ લોકો કડકડતી ઠંડીથી સુરક્ષિત રહી શકે.
1 લાખ એ માત્ર એક અંક નથી, પરંતુ એ છે ૧ લાખ સ્મિતો, ૧ લાખ આશાઓ અને ૧ લાખ હૃદયો સુધી પહોંચાડવામાં આવતી લાગણી.
શિયાળો આપણામાંથી અનેક માટે આનંદનો સમય હોય છે. ગરમ સૂપ, ગરમ ચા, ગરમ કપડાં, પરિવાર સાથે સમય – એ બધું સુખદ લાગે છે.
પરંતુ એ જ શિયાળો બીજા ઘણા લોકો માટે જીવનની સૌથી કઠિન ક્ષણ છે.
કોઈ માટે એ રાત કાટા જેવી હોય છે, તો કોઈ માટે એ રાત અનિશ્ચિતતા ભરેલી.
છત વિના, ધાબળા વિના કે પૂરતા કપડાં વિના, લોકો રોજ એ જ પ્રશ્ન સાથે સૂઈ જાય છે:
“શું હું કાલે સૂરજની ગરમાહટ અનુભવી શકીશ?”
આ પ્રશ્ન જ નારાયણ સેવા સંસ્થાનના વિન્ટર સેવા 2025 અભિયાનનું મૂળ છે – કે કોઈને પણ આ પ્રશ્ન પૂછવાની જરૂર ન રહે.
જ્યારે કોઈ બાળક ગરમ સ્વેટર પહેરે છે, અને તેના શરીર ને ગરમાહટ નો એક અહેસાસ થાય છે – એ ક્ષણે સેવા પોતાની સાચી શક્તિ બતાવે છે. જ્યારે કોઈ વૃદ્ધ ધાબળામાં સમાઈને કહે છે, “હવે ઠંડી નથી લાગતી,” ત્યારે એ માત્ર કપડાં નહીં, પણ આશાનો અહેસાસ છે.
નારાયણ સેવા સંસ્થાન વર્ષોથી એ જ લાગણીથી સેવા કરે છે અને દરેક યોગદાન એ કરુણાસભર એક પગલું છે, જેના દ્વારા માનવતાને સર્વોપરી રાખવામાં આવેલી છે.
આ શિયાળે, જ્યારે આપણે આપણા ઘરમાં હીટર પાસે બેઠા હોઈએ, ત્યારે આપણે વિચારીએ કે કેટલાં લોકો પાસે એ સુવિધા નથી? જ્યારે આપણે બાળકો માટે નવું સ્વેટર ખરીદીએ છીએ, ત્યારે કેટલાં બાળકો એવા છે જેઓ ઠંડી સામે ખાલી હાથ લડી રહ્યા છે?
વિન્ટર સેવા 2025 એ જ વિચારને જીવંત બનાવે છે. આ અભિયાન લોકોને સાથે જોડીને એક સામૂહિક પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી શકે છે. આપ નીચેના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરીને સહભાગી બની શકો છો:
-25 બાળકો માટે સ્વેટર – ₹5000
-5 કિટ (સ્વેટર, ટોપી, મોજાં, બૂટ) – ₹5000
-20 ધાબળા – ₹5000
પ્રત્યેક યોગદાન કોઈના જીવનમાં ગરમાહટ, આરામ અને સુરક્ષાનો અહેસાસ લઈ આવી શકે છે.
માનવતાની સેવા માટે કોઈ અવરોધ ન રહે, એ માટે સંસ્થાને દાન પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવી છે. હવે આપ માત્ર થોડા ક્લિક્સમાં વિન્ટર સેવા માટે ઓનલાઈન દાન કરો અને કોઈના જીવનમાં પ્રકાશ લઈ આવો.
ઓનલાઈન દાનથી મળેલી રકમ સીધા સ્વેટર, ધાબળા, ટોપી, મોજાં અને બૂટ ખરીદવા માટે વપરાય છે. દરેક કિટ વ્યક્તિગત રીતે જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવે છે, જેથી દાતાનો વિશ્વાસ અને લાભાર્થીની ખુશી – બંને અખંડ રહે.
દર વર્ષે સંસ્થાન અનેક સ્વયંસેવકો સાથે મળીને આદિવાસી/ગ્રામ્ય વિસ્તારો અને રસ્તા પર રહેતા લોકોને પહોંચે છે, અને જયારે આ કિટ અથવા ધાબળાનું દાન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે, ત્યારે એ દ્રશ્ય ખરેખર માનવતાનો ઉત્સવ બને છે.
ક્યારેક આપણે વિચારીએ છીએ કે આપણી નાની મદદથી શું ફરક પડે?
પરંતુ જ્યારે એ નાની મદદ અનેક લોકોની નાની મદદ સાથે જોડાય છે, ત્યારે એ સામાજિક બદલાવનું સ્વરૂપ ધારણ કરે છે.
એક ધાબળો, એક સ્વેટર, એક ગરમ ટોપી, કદાચ નાની વસ્તુઓ લાગે,
પરંતુ કોઈ માટે એ બહુ જ મોટી વસ્તુ હોઈ શકે છે.
આ જ છે “વિન્ટર સેવા 2025” નો ઉદ્દેશ્ય – દરેક વ્યક્તિ દ્વારા પ્રગટે માનવતાનો દીવો.
નારાયણ સેવા સંસ્થાનનો ઈતિહાસ એ સાબિત કરે છે કે સેવા એ શબ્દોમાં નહીં, પરંતુ કાર્યમાં જીવંત રહે છે. સંસ્થાન વર્ષોથી શારીરિક અશક્ત લોકો માટે સુધારાત્મક સર્જરી, કૃત્રિમ અંગ વિતરણ, શિક્ષણ, અને રોજગાર તાલીમ જેવા અનેક સંકલ્પો ચલાવી રહ્યું છે.
આ બધાની વચ્ચે “વિન્ટર સેવા 2025” એ એ વાત યાદ અપાવે છે કે – માનવતા ક્યારેય સીઝનલ નથી. જ્યારે ઠંડી વધે છે, ત્યારે સેવા પણ વધવી જોઈએ; જ્યારે પવન તીવ્ર બને છે, ત્યારે કરુણાથી વધુ ઉષ્મા ફેલાવવી જોઈએ. ચાલો સાથે મળીને સુકૂન વાળો શિયાળો બનાવીએ એ લોકો માટે, જેની પાસે શિયાળામાં પણ જરૂરિયાતની વસ્તુઓ નથી.
આ શિયાળે, નારાયણ સેવા સંસ્થાન સાથે જોડાઈએ. ચાલો કોઈ અજાણ્યા માટે ધાબળાની ગરમાહટ બનીએ, કોઈ બાળક માટે સ્મિતનું કારણ બનીએ, અને કોઈ વૃદ્ધ માટે આશાની કિરણ બનીએ.
કારણ કે દરેક વખતે જ્યારે આપ વિન્ટર સેવા 2025 માટે ઓનલાઈન દાન કરો, ત્યારે આપ માત્ર દાન નથી આપતા, આપ કોઈને વિશ્વાસ, પ્રેમ અને સુરક્ષાનો અહેસાસ આપી રહ્યા છો.
આ વિન્ટર સેવા 2025 ને માત્ર અભિયાન ન રાખીએ, પણ માનવતાની ઉજવણી તરીકે જોઈએ, જ્યાં દરેક હૃદયમાં પ્રેમની ગરમાહટ હોય, અને દરેક જીવનમાં સુરક્ષાનો અહેસાસ ફરી જીવંત બને.
નારાયણ સેવા સંસ્થાન – માનવતાનો અખંડ દીવો
સેવામાંથી સુખ, પ્રેમથી પ્રકાશ, અને કરુણાથી ઉષ્મા ફેલાવીએ.