વારંવાર પૂછાતા પ્રશ્નો - NSS India Gujarati
  • +91-7023509999
  • +91-294 66 22 222
  • info@narayanseva.org
  • Home
  • વારંવાર પૂછાતા પ્રશ્નો

Faq

1.નારાયણ સેવા સંસ્થાનની કાનૂની સ્થિતિ શું છે?

નારાયણ સેવા સંસ્થાન ભારતીય ટ્રસ્ટ અધિનિયમ, 1882 અને સોસાયટી અધિનિયમ, 1860 હેઠળ નોંધાયેલ ટ્રસ્ટ છે.

2.આવકવેરા અધિનિયમ, 1961 માં નારાયણ સેવા સંસ્થાનની કાનૂની સ્થિતિ શું છે?

નારાયણ સેવા સંસ્થાન આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 12 એએ હેઠળ નોંધાયેલ ટ્રસ્ટ છે. આવકની ગણતરી કલમ 11 અનુસાર કરવામાં આવે છે.

3. શું નારાયણ સેવા સંસ્થાનને આપવામાં આવેલું દાન કર લાભને પાત્ર છે?

હા. નારાયણ સેવા સંસ્થાનને આપવામાં આવેલું દાન આવકવેરા કાયદાની કલમ 80G  હેઠળ કર લાભને પાત્ર છે.

4.આવકવેરા કાયદાની કલમ 80G શું કહે છે?

કલમ 80G

ન્યૂનતમ દાન: આવી કોઈ જરૂરિયાત નથી

લાયક વ્યક્તિ: આવકવેરા કાયદા, 1961 હેઠળ કરપાત્ર દરેક વ્યક્તિ આ કલમ હેઠળ અમારા ભંડોળમાં તમારા દાનનો 50% આવકવેરામાંથી મુક્તિ મેળવવા માટે લાયક ઠરે છે. વધુમાં, લાયકાત ધરાવતી રકમ તમારી કુલ આવકનાં 10% થી વધુ ન હોવી જોઈએ. ચાલો એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. ધારો કે, ચાલુ નાણાકીય વર્ષ (2010-2011) માટે તમારી કુલ વાર્ષિક આવક રૂ. 4,00,000 છે. તમે અમારા સંગઠનને રૂ. 1,00,000 ની રકમનું દાન કરો છો. આ કિસ્સામાં તમારી દાન કરેલી રકમનો 50%, એટલે કે રૂ. 50,000 કરમુક્તિ માટે લાયક ઠરે છે. જો કે, આ લાયકાત ધરાવતી રકમ તમારી કુલ આવકનાં 10% થી વધુ ન હોવી જોઈએ, એટલે કે રૂ. 40,000. તેથી, આ કિસ્સામાં, આવકમાંથી કપાત માટે લાયક વાસ્તવિક રકમ રૂ. 40,000.

નાણાકીય અધિનિયમ, 2012 દ્વારા કરવામાં આવેલ બીજો મહત્વપૂર્ણ ફેરફાર કલમ ​​80G હેઠળ 10,000/- રૂપિયાથી વધુનું દાન ખાતામાં ચુકવણી કરનાર બેંક ટ્રાન્સફર દ્વારા કરવું જોઈએ.

5.દાતા કઈ રીતે ઓળખશે કે કયો વિભાગ તેને લાગુ પડે છે?

80G બધા માટે લાગુ પડે છે

6.કલમ 80G હેઠળ માન્યતા માટેની જોગવાઈ શું છે?

સુધારેલા નિયમો મુજબ, એકવાર કોઈ સંસ્થા ધર્માર્થ સંસ્થા તરીકે નોંધણી કરાવે પછી તે કાયમ માટે રહેશે, સિવાય કે સરકાર દ્વારા તેને ખાસ પાછી ખેંચી લેવામાં આવે. નારાયણ સેવા સંથાન એક ધર્માર્થ સંસ્થા છે અને 80G પ્રમાણપત્ર જીવનભર માન્ય છે.

7..દાનનાં પુરાવાનો અર્થ શું છે?

દાનનો પુરાવો તમે કેવી રીતે દાન કર્યું તેના પર આધાર રાખે છે.

દા.ત. બેંકમાં સીધી જમા: બેંક દ્વારા આપવામાં આવેલ પે ઇન સ્લિપ (ગ્રાહક નકલ) જેમાં જમા તારીખ, રકમ, ચેક નંબર (જો કોઈ હોય તો), જારીકર્તા બેંકનું નામ (જો કોઈ હોય તો), શાખાનું નામ ઉલ્લેખિત હોય.

નેટ બેંકિંગ/ઓનલાઇન ફંડ ટ્રાન્સફર: તમારા બેંક સ્ટેટમેન્ટ અથવા ટ્રાન્ઝેક્શનની પ્રિન્ટ

અમારા પ્રતિનિધિને આપવામાં આવેલ રકમ: જારી કરાયેલ પ્રોવિઝનલ રસીદ

8. મને મારી ફાઈનલ રસીદ કેટલા સમયમાં મળી શકે?

દાનનો પુરાવો મળ્યાની તારીખથી 10 દિવસની અંદર તમને તે મળી જશે.

9.જો મને દાનની તારીખથી વાજબી સમય (30 દિવસ) માં દાન પ્રમાણપત્ર ન મળે તો શું?

તમારે ફરિયાદ ‘info@narayanseva.org’ પર અગાઉના મેઇલ (જો કોઈ હોય તો) ના સંદર્ભ અને દાનના પુરાવા સાથે મોકલવાની રહેશે.

10.શું નારાયણ સેવા સંસ્થાન અલગ અલગ તારીખે (જેમ કે માસિક/વાર્ષિક/અથવા કોઈપણ બહુવિધ દિવસો) અનેક દાન માટે એક દાન પ્રમાણપત્ર જારી કરી શકે છે?

ના, અમે દરેક દાન માટે અલગ દાન પ્રમાણપત્ર જારી કરીશું.

11.મને કોઈ અપડેટ્સ, ફોન કોલ્સ કે સેવા સંદીપન મળી રહ્યા નથી. મારે શું કરવું જોઈએ?

કૃપા કરીને info@narayanseva.org પર મેઇલ કરો અથવા અમારા હેલ્પ લાઇન નંબર-02946622222 પર કૉલ કરો.

12.શું બિન-નિવાસી વ્યક્તિ પણ કલમ 80G હેઠળ કર લાભ મેળવી શકે છે?

ભારતમાં કરપાત્ર દરેક વ્યક્તિ કર લાભ મેળવી શકે છે.

13.હું એક બિન-નિવાસી વ્યક્તિ છું અને ભારતમાં મારી કોઈ આવક નથી. હું નારાયણ સેવા સંસ્થાનમાં કેવી રીતે દાન કરી શકું?

તમારે અમારા એસબીઆઈ (SBI) બેંક ખાતામાં રકમ મોકલી શકો છો, આ અમારું એફસીઆરએ (FCRA) બેંક ખાતું છે અને વિગતો info@narayanseva.org પર મેઇલ કરો, તેમજ તમે હોમ પેજ પર “વિદેશી દાતા” વિભાગ હેઠળ બિલ ડેસ્ક ગેટવે દ્વારા તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને દાન કરી શકો છો.

બેંકનું નામ:

 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
ખાતા નંબર:

 

40082911191  (માત્ર વિદેશી દાતાઓ માટે)
સ્વિફ્ટ-કોડ

 

SBININBB104
બેંકનું સરનામું:

 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી મુખ્ય શાખા, 11 સંસદ માર્ગ, નવી દિલ્હી-110001
શાખા કોડ નંબર:

 

00691
એફસીઆરએ (FCRA) નોંધણી નંબર:

 

125690046

14. મેં વિદેશી ચલણનો ચેક મોકલ્યો છે. ચેક ક્લિયર કરવામાં કેટલો સમય લાગશે?

વિદેશી ચલણનાં ચેકનાં કિસ્સામાં, ચેક જમા થયાની તારીખથી આશરે 30-45 દિવસમાં ચેક ક્લિયર થઈ જાય છે. ચેક મોકલ્યા પછી, તમે અમારા હેલ્પ લાઇન નંબર પર ફોન કરીને ચેકની ડિલિવરીની ખાતરી કરી શકો છો. તમે અમને info@narayanseva.org પર મેઇલ પણ કરી શકો છો.

15.જો હું દાન કરું તો શું કોઈ અન્ય વ્યક્તિનાં નામે રસીદ જારી કરવી શક્ય છે?

હા, કૃપા કરીને અમને આ વિશે જણાવો. જે વ્યક્તિનું નામ રસીદમાં દર્શાવવામાં આવશે તે જ કર લાભ માટે પાત્ર રહેશે. વધુ વિગતો માટે કૃપા કરીને અમારો સંપર્ક કરો.

16. શું હું મારા નજીકનાં લોકોની યાદમાં રકમ દાન કરી શકું?

અમે રસીદ પર સ્વર્ગસ્થ વ્યક્તિનું નામ લખી શકતા નથી પરંતુ દાતાનાં નામ પાછળ તેમનું નામ ઉમેરી શકીએ છીએ; જેમ કે, ______ (તમારા પ્રિયજનોનું નામ) ની યાદમાં. શ્રી/શ્રીમતી/મિસ દાતાનું નામ દ્વારા દાન કરેલ.

17.નારાયણ સેવા સંસ્થાનની સ્થાપના ક્યારે થઈ?

નારાયણ સેવા સંસ્થાનની સ્થાપના 23 ઓક્ટોબર 1985 ના રોજ થઈ હતી.

18.નારાયણ સેવા સંસ્થાનનો નોંધણી નંબર શું છે? (સોસાયટી અને ટ્રસ્ટ)

સંસ્થા નોંધણી નંબર: 9 દેવ ઉદય 1996-97

સોસાયટી નોંધણી નંબર: 57A 1987-88

19.નારાયણ સેવા સંસ્થાનનાં પ્રમુખ કોણ છે?

શ્રી પ્રશાંત અગ્રવાલ નારાયણ સેવા સંસ્થાનનાં પ્રમુખ છે.

20.નારાયણ સેવા સંસ્થાનની સત્તાવાર વેબસાઇટ અને ઇમેઇલ?

ઓફિસિયલ વેબસાઇટ: www.narayanseva.org

ઓફિસિયલ ઇમેઇલ: info@narayanseva.org,support@narayanseva.org

21.વિદેશી દાતાઓ નારાયણ સેવા સંસ્થાનને કેવી રીતે દાન આપી શકે છે?

વિદેશી દાતાઓ નારાયણ સેવા સંસ્થાનનાં બેંક ખાતામાં સીધું દાન આપી શકે છે-

બેંકનું નામ- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

ખાતા નંબર- 40082911191

શાખાનું સરનામું- ચોથો માળ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી મુખ્ય શાખા, 11, સંસદ માર્ગ, નવી દિલ્હી-110001

આઈએફએસસી કોડ- SBIN0000691

શાખા કોડ – 00691

સ્વિફ્ટ કોડ – SBININBB104

વિદેશી દાતાઓ નારાયણ સેવા સંસ્થાનની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન પણ દાન કરી શકે છે

દાતાઓ નારાયણ સેવા સંસ્થાનનાં નામે ડીડી/ચેક પણ મોકલી શકે છે.

22..નારાયણ સેવા સંસ્થાનનો પાન (PAN) નંબર શું છે?

નારાયણ સેવા સંતસ્થાનનો પાન (PAN) નંબર AAATN4183F છે.

23.નારાયણ સેવા સંસ્થાનનો ટેન (TAN) નંબર શું છે?

નારાયણ સેવા સંતસ્થાનનો ટેન (TAN) નંબર JDHN01027F છે.

24.નારાયણ સેવા સંસ્થાન કેટલા બેંક ખાતા ધરાવે છે? બધા બેંક ખાતાઓનાં નામ અને વિગતો શું છે?

S.No. બેંકનું નામ આઈએફએસસી કોડ ખાતા નં. સરનામું
1 અલ્હાબાદ બેંક બ્રાંચ કોડ-210281 IFSC – ALLA0210281 50025064419 3, બાપુ બજાર, ઉદયપુર
2 એક્સિસ બેંક બ્રાંચ કોડ – 97 IFSC – UTIB0000097 097010100177030 UIT સર્કલ, ઉદયપુર
3 બેંક ઓફ બરોડા બ્રાંચ કોડ – 3025 IFSC-BARB0HIRANM 30250100000721 હિરણ મગરી, ઉદયપુર
4 બેંક ઓફ ઈન્ડિયા બ્રાંચ કોડ-66150 IFSC-BKID0006615 661510100003422 હિરણ મગરી સેક. 5, ઉદયપુર
5 બેંક ઓફ મહારાષ્ટ્ર બ્રાંચ કોડ-831 IFSC-MAHB0000831 60195864584 થોરણ બાવડી સિટી સ્ટેશન માર્ગ, ઉદયપુર
6 કેનેરા બેંક બ્રાંચ કોડ-169 IFSC-CNRB0000169 0169101057571 મધુબન ઉદયપુર
7 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બ્રાંચ કોડ-3505 IFSC-CBIN0283505 1779800301 હિરણ મેગરી, સેક. 5, ઉદયપુર
8 એચડીએફસી HDFC બ્રાંચ કોડ-119 IFSC-HDFC0000119 50100075975997 358 – પોસ્ટ ઓફિસ રોડ, ચેતક સર્કલ, ઉદયપુર
9 આઈસીઆઈસીઆઈ ICICI બેંક બ્રાંચ કોડ-45 IFSC-ICIC0000045 004501000829 મધુબન, ઉદયપુર
10 આઈસીઆઈસીઆઈ ICICI બેંક બ્રાંચ કોડ-6935 IFSC-ICIC0006935 693501700159 ગુરુનાનક પબ્લિક સ્કૂલ, સેક. 4, ઉદયપુર
11 આઈડીબીઆઈ IDBI બેંક બ્રાંચ કોડ-50 IFSC-IBKL0000050 050104000157292 16 સહેલી આરગ, ઉદયપુર
12 કોટક મહિન્દ્રા બેંક બ્રાંચ કોડ-272 IFSC-KKBK0000272 0311301094 8-સી, મધુબન ઉદયપુર
13 પંજાબ નેશનલ બેંક બ્રાંચ કોડ-2973 IFSC – PUNB0297300 2973000100029801 કલાજી ગોરાજી, ઉદયપુર
14 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બ્રાંચ કોડ – 31209 IFSC – SBIN0031209 51004703443 હિરણ મેગરી, સેક. 4 ઉદયપુર
15 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બ્રાંચ કોડ-11406 IFSC – SBIN0011406 31505501196 હિરણ મેગરી, સેક. 4 ઉદયપુર
16 યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બ્રાંચ કોડ-531014 IFSC – UBIN0531014 310102050000148 ટાઉન હોલ મેઈન રોડ, ઉદયપુર
17 યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બ્રાંચ કોડ-568783 IFSC – UBIN0568783 414302010006168 હંસા પેલેસ, સેક. 4, ઉદયપુર
18 વિજય બેંક બ્રાંચ કોડ – 7034 IFSC – VIJB0007034 703401011000095 ગુપ્તેશ્વર રોડ તિતરડી
19 યસ બેંક બ્રાંચ કોડ – 49 IFSC – YESB0000049 004994600000102

ગોવર્ધન પ્લાઝા

25.નારાયણ સેવા સંસ્થાનમાં હું કઈ કઈ રીતે દાન/ફાળો આપી શકું?

તમે નીચે મુજબ દાન કરી શકો છો:

  • તમે સીધા નારાયણ સેવા સંસ્થાનનાં બેંક ખાતામાં દાન કરી શકો છો
  • દાતાઓ બેંકમાં નારાયણ સેવા સંસ્થાનનાં નામે ડીડી/ચેક સબમિટ કરી શકો છો
  • દાતાઓ સંસ્થાનમાં નારાયણ સેવા સંસ્થાનનાં નામે ડીડી/ચેક સબમિટ કરી શકો છો
  • નારાયણ સેવા સંસ્થાનની ઓફિસિયલ વેબસાઇટ દ્વારા ઓનલાઈન દાન કરી શકો છો
  • તમે સંસ્થાનમાં સીધા રોકડમાં દાન કરી શકો છો અને દાન માટે રસીદ મેળવી શકો છો.

 

26.નારાયણ સેવા સંસ્થાનની ઓફિસિયલ વેબસાઇટ દ્વારા ઓનલાઈન દાન કરતી વખતે મારી પાસે કેટલા વિકલ્પો છે?

તમે ઓનલાઈન દાન કરતી વખતે બિલ ડેસ્ક અથવા સીસી એવન્યુ ગેટવે પર ક્લિક કરીને ક્રેડિટ/ડેબિટ/નેટ બેંકિંગ/ડેબિટ કાર્ડ + એટીએમ પિન/કેશ કાર્ડ/મોબાઈલ પેમેન્ટ/પેટીએમ/વોલેટ અને યુપીઆઈ દ્વારા દાન કરી શકો છો.

27. એફસીઆરએ (FCRA) નું આખું નામ શું છે અને તેનો નોંધણી નંબર શું છે?

એફસીઆરએ (FCRA) એટલે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (વિદેશી યોગદાન નિયમન અધિનિયમ).

એફસીઆરએ (FCRA) નં: 125690046

28. 80G દ્વારા કેટલી ટેક્સ રિબેટ સુનિશ્ચિત કરી શકાય છે? ટેક્સ રિબેટ માટે કોણ પાત્ર છે?

80G 50% ટેક્સ રિબેટ ધરાવતી વ્યક્તિઓ માટે છે.

29.1, 3, 5,11 ટ્રાઇસિકલ પૂરી પાડવા માટે સહયોગ રકમ કેટલી છે?

  • 1 ટ્રાઇસિકલ માટે સહયોગ રકમ: 5,000.00
  • 3 ટ્રાઇસિકલ માટે સહયોગ રકમ: 15,000.00
  • 5 ટ્રાઇસિકલ માટે સહયોગ રકમ: 25,000.00
  • 11 ટ્રાઇસિકલ માટે સહયોગ રકમ: 55,000.00

 

30. 1, 3, 5, 11 વ્હીલચેર પૂરી પાડવા માટે સહયોગ રકમ કેટલી છે?

  • 1 વ્હીલચેર માટે સહયોગ રકમ: 4,000.00
  • 3 વ્હીલચેર માટે સહયોગ રકમ: 12,000.00
  • 5 વ્હીલચેર માટે સહયોગ રકમ: 20,000.00
  • 11 વ્હીલચેર માટે સહયોગ રકમ: 44,000.00

 

32.નારાયણ સેવા સંસ્થાનનાં આજીવન સભ્ય બનવા માટે કેટલી રકમ વસૂલવામાં આવે છે?

નારાયણ સેવા સંસ્થાનનાં આજીવન સભ્ય બનવા માટે 21000/- રૂપિયા લેવામાં આવે છે.

33. શ્રી કૈલાશ જી 'માનવ' ને પદ્મ શ્રી એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા?

શ્રી કૈલાશ જી ‘માનવ’ ને 5 મે, 2008 ના રોજ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

34.“ચૈનરાજ સાવંતરાજ લોઢા પોલિયો હોસ્પિટલ” નું ઉદ્ઘાટન ક્યારે થયું?

“ચૈનરાજ સાવંતરાજ લોઢા પોલિયો હોસ્પિટલ” નું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1997 ના રોજ થયું હતું.

35..કૈલાશ જી "માનવ" ની જન્મ તારીખ શું છે?

કૈલાશ જી “માનવ” નો જન્મદિવસ 2 જાન્યુઆરી છે.

36.સંસ્થાનમાં કેટલા પ્રકારની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે?

સંસ્થાનમાં ત્રણ અલગ અલગ પ્રકારની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે.

  • મોબાઇલ રિપેરિંગ કોર્ષ – 35 દિવસ
  • કમ્પ્યુટર તાલીમ – 3 મહિના
  • સીવણ તાલીમ – 2 મહિના

 

37. નારાયણ સેવા સંસ્થાનને કેટલી વાર "રાષ્ટ્રીય પુરસ્કાર" થી સન્માનિત કરવામાં આવ્યા છે?

નારાયણ સેવા સંસ્થાને 3 વાર “રાષ્ટ્રીય પુરસ્કાર” થી સન્માનિત કરવામાં આવ્યા છે.

38.સંસ્થાનની પહેલી પોલિયો હોસ્પિટલ કઈ છે?

“ચૈનરાજ સાવંતરાજ લોઢા પોલિયો હોસ્પિટલ” સંસ્થાન ની પહેલી પોલિયો હોસ્પિટલ છે.

39. પ્રોવિઝનલ રિસીપ્ટ નંબરનો અર્થ શું છે?

જ્યારે સંસ્થાનમાં સીધું દાન આપવામાં આવે છે, ત્યારે દાતાઓને એક રસીદ આપવામાં આવે છે જે દાનની પ્રોવિઝનલ રિસીપ્ટ છે.

40.જો તે જ બેંકનો ચેક સંસ્થાનનાં ખાતામાં જમા થાય તો તમે પ્રશ્ન કેવી રીતે ઉકેલશો?

ચેકનો ચેક નંબર અને ખાતા નંબર પૂછવામાં આવશે અને બેંક સ્ટેટમેન્ટમાં તેનું ક્રોસ ચેકિંગ કર્યા પછી દાતાને જાણ કરવામાં આવશે.

41.જો દાતાએ બેંક-ટુ-બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા દાન આપ્યું હોય, તો તેણે કઈ વિગતો આપવાની રહેશે?

દાતાને ખાતા નંબર અને ટ્રાન્ઝેક્શન ઓળખપત્ર આપવાનું કહેવામાં આવશે જે બેંક સ્ટેટમેન્ટ દ્વારા તપાસવામાં આવશે.

42.સંસ્થાનમાં યોજાતા કાર્યક્રમોથી દાતાઓ પોતાને કેવી રીતે અપડેટ રાખી શકે?

દાતાઓ વેબસાઇટનાં હાઇલાઇટ્સ વિભાગ હેઠળ ઇવેન્ટ્સ ટેબની મુલાકાત લઈને આગામી અને ચાલુ વિવિધ કાર્યક્રમોથી પોતાને અપડેટ રાખી શકે છે.

43. દાન આપ્યાનાં કેટલા દિવસ પછી આપણને કોમ્પ્યુટરાઈઝ્ડ રસીદ મળે છે?

આશરે 10-15 દિવસ પછી તમને તમારા દાન માટે કોમ્પ્યુટરાઈઝ્ડ રસીદ મળશે.