નવરાત્રી મુખ્યત્વે એક હિન્દુ તહેવાર છે, જે દેવી દુર્ગા અને તેમના નવ સ્વરૂપોની ઉજવણી કરે છે. નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે – માર્ચ-એપ્રિલમાં ચૈત્ર નવરાત્રી અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરદ નવરાત્રી, જેની ઉજવણી વધુ વ્યાપકપણે થાય છે.
આ તહેવાર દુષ્ટતા પર સારપના વિજયનું પ્રતીક છે. એ સ્ત્રીત્વ એટલે કે શક્તિની પૂજા માટે સમર્પિત છે, જે બ્રહ્માંડને ટકાવી રાખતી બ્રહ્માંડીય ઊર્જા માનવામાં આવે છે. આ ૯ દિવસોનો સમય તીવ્ર ભક્તિ, ઉપવાસ, પ્રાર્થના અને આત્મચિંતનનો સમયગાળો છે. હિન્દુઓ આ દિવસો દરમિયાન તેમના મન, શરીર અને આત્માને શુદ્ધ કરે છે, તેમજ સમૃદ્ધિ, આરોગ્ય અને આધ્યાત્મિક બુદ્ધિમતા માટે દેવી પાસેથી આશીર્વાદ માંગે છે.
પરંપરાગત રીતે, નવરાત્રી ઋતુગત સંક્રમણો – વસંત અને પાનખર સાથે સુસંગત હોય છે. આ સમય આધ્યાત્મિક શુદ્ધિકરણ અને આગામી ઋતુની તૈયારી માટે મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. નવરાત્રી ગરબા અને દાંડિયા નૃત્ય, રંગબેરંગી પોશાક અને સાંપ્રદાયિક મેળાવડા સાથે આનંદદાયક ઉજવણી દ્વારા ચિહ્નિત થાય છે. તે કૌટુંબિક પુનઃમિલન અને સમુદાય બંધનનો સમય છે.
નવરાત્રિ દરમ્યાન દાન શા માટે કરવો જોઇએ?
નવરાત્રિ દરમ્યાન દાન માટે હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. કરુણા વિના પૂજા અપૂર્ણ રહે. શાસ્ત્રો મુજબ આ દિવસોમાં દાન આપવાથી – ખાસ કરીને ભૂખ્યાને ભોજન કરાવવાથી – શાંતિ, સમૃદ્ધિ અને દૈવીય આશીર્વાદ મળે છે. નવરાત્રી એટલે માં દુર્ગાને સમર્પિત નવ રાતો. દરેક દિવસ એક શક્તિ સ્વરૂપનુને સમર્પિત હોય છે. જ્યારે તમે કોઇને ભોજન આપો છો, ત્યારે તમે ફક્ત ઈશ્વરીનું સન્માન જ નથી કરતા, પરંતુ એ ખાત્રી કરો છો કે આ પવિત્ર દિવસોમાં કોઈ બાળક કે દર્દી ભૂખ્યા ન સૂવે. પણ દાન ફક્ત નવરાત્રી ૨૦૨૫ દરમ્યાન જ નહીં પરંતુ ગમે ત્યારે અપાય કારણ કે એ એક લોક કલ્યાણનું કામ છે. જ્યારે વિચાર મનમાં ઉદ્ભવે એ જ સમય ઉચિત સમજવું.
નવરાત્રી ૨૦૨૫ દરમ્યાનના દરેક દિવસે સંલગ્ન દેવીમાં માટેની ધાર્મિક વિધી તેમજ દાનના વિચારો
૧લું નોરતું – સોમવાર, 22 સપ્ટેમ્બર 2025 (માં શૈલપુત્રીને સમર્પિત)
- મહત્વ: શક્તિ અને ભૂમિનું પ્રતીક.
- વિધિઓ: કળશ સ્થાપના, સફેદ ફૂલો ચઢાવવા, ઘીનો દીવો પ્રગટાવવો.
- દાનનો વિચાર: ઉદારતાથી નવરાત્રીની શરૂઆત કરો – ગરીબોને અનાજ અથવા આવશ્યક વસ્તુઓનું દાન કરી શકો છો, અથવા જરૂરિયાતમંદોને સાદું ભોજન કરાવી શકો છો.
૨જું નોરતું – મંગળવાર, 23 સપ્ટેમ્બર 2025 (માં બ્રહ્મચારિણીને સમર્પિત)
- મહત્વ: તપ, ભક્તિ અને દ્રઢતા નું પ્રતીક.
- વિધિઓ: ઉપવાસ, દુર્ગા સપ્તશતીનો જાપ કરવો, સફેદ ફૂલો અર્પણ કરવા.
- દાનનો વિચાર: સરકારી શાળાઓમાં બાળકો માટે પૌષ્ટિક ભોજનનું આયોજન કરી શકો છો, અને ખાસ એવા લોકો માટે ભોજનનું આયોજન કરી શકો છો, કે જેઓ આ સમય દરમ્યાન ભુખ્યા રહી જાય છે.
૩જું નોરતું – બૂધવાર, 24 સપ્ટેમ્બર 2025 (માં ચંદ્રઘંટાને સમર્પિત)
- મહત્વ: શાંતિ અને સમૃદ્ધિનું તેમજ હિંમત અને બહાદુરીનું સ્વરૂપ.
- વિધિઓ: લાલ ફૂલો અર્પણ કરો, દીવા પ્રગટાવો, વહેલી સવારે પૂજા કરો.
- દાનનો વિચાર: સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના પરિવારો માટે ભોજનનું આયોજન કરો.
૪થું નોરતું – ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2025 (માં કુષ્માંડાને સમર્પિત)
- મહત્વ: જીવનસર્જન, ઉર્જા અને આરોગ્યનું પ્રતીક.
- વિધિઓ: પ્રસાદ તરીકે પીળા ફૂલો, ફળો અને મીઠાઈઓ અર્પણ કરો.
- દાનનો વિચાર: અનાથાલયોમાં બાળકોને ફળો અને મીઠાઈઓનું દાન કરો, અથવા શાળાના બાળકો માટે મધ્યાહન ભોજનનું પ્રાયોજન કરો.
૫મું નોરતું – શુક્રવાર, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ (માં સ્કંદમાતાને સમર્પિત)
- મહત્ત્વ: બાળકોનું રક્ષણ, માતૃ સ્વરૂપનું પ્રતીક.
- વિધિઓ: કમળ, કેળા અને કાચાં નારિયેળ અર્પણ કરો.
- દાનનો વિચાર: ગરીબ બાળકો માટે દૂધ, ફળો અન્યથા પૌષ્ટિક ભોજનનું પ્રાયોજન કરી શકો.
૬ઠું નોરતું – શનિવાર, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ (માં કાત્યાયનીને સમર્પિત)
- મહત્ત્વ: અવરોધો દૂર કરનાર ઉગ્રતાનું પ્રતીક.
- વિધિઓ: નારંગી રંગના ફૂલો અર્પણ કરો અને ભક્તિભાવથી વ્રત કરો.
- દાનનો વિચાર: રોજ કમાઇને રોજ ખાતા પરિવારો અને દર્દીઓના પરિવારોને કપડાં અને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરી શકાય.
૭મું નોરતું – રવિવાર, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ (માં કાલરાત્રિને સમર્પિત)
- મહત્ત્વ: અંધકાર અને ભય દૂર કરનાર ઉગ્રતાનું પ્રતીક.
- વિધિઓ: રાત્રે દીવા પ્રગટાવવા, રક્ષણ માટે મંત્રો ગાવા.
- દાનનો વિચાર: ઉપવાસ કરતા લોકો માટે ગરમ ભોજનનું આયોજન કરી શકો છો અથવા મોડી સાંજે જરૂરિયાતમંદોને ભોજન કરાવી શકો છો.
૮મું નોરતું – સોમવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ (માં મહાગૌરીને સમર્પિત અષ્ટમી)
- મહત્વ: પવિત્રતાનું પ્રતીક. કન્યા પૂજા અને સંધિ પૂજા સાથે ઉજવવામાં આવે છે.
- વિધિઓ: નાની બાળાઓની પૂજા (કન્યા પૂજન), સાત્વિક ભોજન તૈયાર કરી તે બાળાઓને ભોજન કરાવો.
- દાનનો વિચાર: ભવ્ય અન્નદાન કરો – બાળકો, દર્દીઓ અને ગરીબ સમુદાયો માટે મોટા પાયે ભોજનનું આયોજન કરી શકાય.
૯મું નોરતું – મંગળવાર, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ (માં સિદ્ધિદાત્રીને સમર્પિત નવમી)
- મહત્વ: સિદ્ધિઓ (દૈવી આશીર્વાદ) આપનાર દુર્ગાનું અંતિમ સ્વરૂપ.
- વિધિઓ: આયુધ પૂજા, સાધનો/પુસ્તકોની પૂજા, આરતીનું સમાપન.
- દાનનો વિચાર: શાળાઓ તેમજ અનાથાલયોમાં બાળકો માટે શાળા કીટનું દાન કરી શકાય અથવા આખા દિવસનું ભોજનનું આયોજન કરી શકાય.
૧૦મું નોરતું – બુધવાર, ૧ ઓક્ટોબર ૨૦૨૫ (વિજયાદશમી / દશેરા)
- મહત્વ: પાપ, દુષ્ટતા, અસત્ય, જેવાં અનિષ્ટો પર પુણ્ય, ભલાઇ, સત્ય જેવી શક્તિયોના વિજયની ઉજવણી.
- વિધિઓ: હોમ-હવન, માં દુર્ગાની મૂર્તિનું વિસર્જન, સામુદાયિક પ્રાર્થના, શુભેચ્છાઓનું આદાન-પ્રદાન.
- દાનનો વિચાર: નવરાત્રી ૨૦૨૫ પછી પણ તમારી સેવા ચાલુ રાખી શકો છો જેમકે સામુદાયિક રસોડાને ટેકો આપવો અથવા પ્રિયજનોની યાદમાં દાન કરવો.
આમ નવરાત્રી ૨૦૨૫ જ નહીં પરંતુ દરેક સામાન્ય દિવસે પણ ભક્તિને દયામાં ફેરવવાની તક હર હંમેશ ખુલ્લી હોય છે.