Ravi Devangan Story - NSS India Gujarati
  • +91-7023509999
  • 78293 00000
  • info@narayanseva.org
no-banner

પીડાને પાવરમાં બદલાવી

Start Chat

સફળતાની વાર્તા: રવિ દેવાંગન

છત્તીસગઢનાં ધમતારી જિલ્લાનાં એક ગામનો રહેવાસી રવિ દેવાંગન અન્ય દિવસની જેમ 28 જાન્યુઆરી, 2021ના રોજ સવારે પોતાનાં કામ પર જવા માટે નીકળ્યો હતો. તેને કલ્પના પણ ન હતી કે માત્ર થોડી જ ક્ષણોમાં તેનું જીવન પલટાઈ જશે. ભયાનક અકસ્માતમાં તેમની બસ એક ટ્રક સાથે અથડાઈ. જેમાં કંડક્ટર રવિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેના ડાબા પગને ખરાબ રીતે નુકસાન થયું હતું. પરિવારની સંમતિથી ડૉક્ટરોએ ઘૂંટણ સુધીનો પગ કાપી નાખવો પડ્યો, કારણ કે તેને બચાવવાની કોઈ આશા ન હતી. આ 4થી ફેબ્રુઆરીએ થયું, એ દિવસ જે રવિ અને તેના પરિવાર માટે અત્યંત મુશ્કેલ સમય હતો. રવિ માટે એ સ્વીકારવું મુશ્કેલ હતું કે તેનું જીવન હવે જરાય પહેલા જેવું નહીં રહે. દરેક પગલે હવે બીજાની સહાયતાની જરૂર પડશે.

આ પડકારજનક સમય દરમિયાન, રવિને ઉદયપુરમાં નારાયણ સેવા સંસ્થાન વિશે સોશિયલ મીડિયા પર જાણવા મળ્યું, જે મફતમાં કૃત્રિમ અંગો આપે છે. કોઈ પણ ખચકાટ વગર તેણે સંસ્થાનો સંપર્ક કર્યો. નારાયણ સેવા સંસ્થાનની મુલાકાત લેવા પર, તેમને કૃત્રિમ પગ લગાવવામાં આવ્યા અને તેને ચાલવાની અને હલનચલનની તાલીમ મેળવી.

તે ફરી ચાલવાનું શીખ્યો એટલું જ નહીં, પરંતુ તેણે ઘરેથી રોજીરોટી કમાવવા તરફ પણ પગલાં લીધા. તેમણે સંસ્થાન દ્વારા સંચાલિત કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં મફત મોબાઇલ રિપેર કોર્સમાં પ્રવેશ મેળવ્યો, જેણે તેમને માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં પરંતુ તેમનો આત્મવિશ્વાસ પણ વધાર્યો.

તાલીમ પૂરી કર્યા પછી, રવિએ નવા જોશ સાથે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવાનું નક્કી કર્યું. તે કહે છે, “હવે, મારી પાસે નવી ઓળખ અને નવી નોકરી હશે.” આ શબ્દો આત્મવિશ્વાસ અને આશાથી ભરેલા હતા, જે વધુ સારા ભવિષ્યનાં નિર્માણ માટેના તેનાં નિશ્ચયને સ્પષ્ટપણે દર્શાવે છે.

ચેટ શરૂ કરો